બીયર કેન ની આર્ટ

મિત્રો, 

આજે આપણે કંઈક રચનાત્મકતા ની વિશેષ વાત કરીશું. 
સામાન્ય જન જીવન માં આપણે જોતા આવ્યા છીએ કે કેટલીક વસ્તુઓ નો વપરાશ કાર્ય બાદ તે વસ્તુ ને આપણે ફેકી દઈએ છે. પણ જેના સ્વભાવ માં કંઈક અલગ રચનાત્મક બનાવાનો ઉત્સાહ છે તેઓ આપણા માટે નકામી એવી વસ્તુ માંથી ખરેખર આશ્ચર્યજનક એવી રચના બનાવે છે કે તેને જોઇને આપણી આંખો દંગ રહી જાય છે. તો જુઓ અહી પણ એવીજ રચનાત્મકતા બતાવામાં આવી છે. 

બીયર કેન માંથી શું બનાવી શકાય છે તે અહી રજુ થયેલ છે. તો ચાલો આપણે તેને માણીએ.

જેક કર્બીએ ૫૦૦૦ બીયર કેન નો ઉપયોગ કરીને ૧૯૬૫ ફોર્ડ મુસ્તાંગ કાર નું મોડેલ બનાવ્યું છે. જે ખરેખર તેની ઉત્કૃષ્ટ આર્ટ ની સમજ ને રજુ કરે છે. 
બીજી ઘણા બધા આવાજ કલાકારો દ્વારા બનાવામાં આવેલ બીયર કેન આર્ટ અહી રજુ કરેલ છે. 
તો મિત્રો તમને પણ લાગે છે ને આવા કલાકારો ને બિરદાવવા જોઈએ કે તેમની આ ઉત્કૃષ્ટ રચના બદલ. 
સોર્સ : ઇન્ટરનેટ ના ફોટા સંગ્રહ માંથી 

About વેદાંગ એ. ઠાકર

હું ગરવી ગુજરાત નો એક વડોદરાવાસી છું. મનગમતી વાતો થી આ બ્લોગ ને સજાવી રહ્યો છું. હાર્દિક સ્વાગત કરું છુ મારા બ્લોગ પર તમારું .આપનો વેદાંગ એ. ઠાકર.

એક પ્રતિભાવ »

  1. વેદાંગભાઇ,
    ખુબ સરસ આર્ટ છે…ઘણાં સમય બાદ મુલાકાત થઇ… 🙂

Leave a reply to વેદાંગ એ. ઠાકર જવાબ રદ કરો