મિત્રો,

મને ઇન્ટરનેટ પર ખોજખોળ કરતા મળેલા ફોટા સંગ્રહ માંથી આજે આપણે જોઈશું કેટલીક એવી અનોખી અને અજોડ બિલ્ડીંગ ના ફોટા કે જે જોઇને એક નજરે આપણા મોઢે બોલી જવાય કે ઓહો, આવી પણ બિલ્ડીંગ હોય શકે ?
(૧)  બાસ્કેટ બિલ્ડીંગ ( યુ.એસ.)
ડેવ લોન્ગબર્ગર કે જે ધ લોન્ગબર્ગર કંપની ના પ્રણેતા છે, તેમણે કંપની ની કોર્પોરેટ ઓફીસ ને એક મોટા વિશાળ કદ ના બાસ્કેટ ના રૂપ માં બનાવવાનું સપનું જોયું. જયારે ડેવે આ કંપની ના ઓફીસ ને બાસ્કેટ ના રૂપ માં બનાવવાનું નક્કી કર્યું ત્યારે આ બિલ્ડીંગ બનાવનાર કોન્ટ્રાકટરો, આર્કિટેક, અને સાથે સાથે કંપની ના કર્મચારીઓ તે વાત ને મજાક માં લીધી. પણ ડેવે તો નક્કી કર્યુજ હતું. અને અંતે ડેવ નું સપનું સાકાર થયું ડીસેમ્બર ૧૭, ૧૯૯૭ ના દિવસે જયારે આ ઓફીસ નું બાસ્કેટ ના સ્વરૂપ માં આકાર લઇ ને કામકાજ શરુ થયું. 
(૨)  ધ ડાન્સિંગ હાઉસ ( ચ્ઝેચ રિપબ્લિક )
ચ્ઝેચ રિપબ્લિક ના પ્રેગુ ના એક વિસ્તાર માં આવેલ એક ઓફીસ બિલ્ડીંગ ને નામ આપવામાં આવ્યું ” ધ ડાન્સિંગ હાઉસ “. ક્રોએસિયા માં જન્મેલ ચ્ઝેચ આર્કિટેક વ્લાદો મીલુંનીક અને તેમના સહ ભાગીદાર કેનેડિયન આર્કિટેક ફ્રેંક ગેહરી એ એક નદી ના ખાલી પટ માં આ યાદગાર બિલ્ડીંગ નું નિર્માણ કર્યું. તેનું નિર્માણ ૧૯૯૪ માં શરુ થયું હતું અને ૧૯૯૬ માં પૂરું થયું હતું. 
(૩) ધ પિયાનો હાઉસ ( ચીન )
હાલમાંજ, બંધાયેલ આ અજોડ કારીગરી ધરાવતું પિયાનો હાઉસ એ ચીન ના હુઈ વિસ્તાર માં આવેલું છે. વાયોલીન વાળા ભાગ માં બિલ્ડીંગ માં જવા માટે નું એસ્કેલેટર છે. આ બિલ્ડીંગ માં હુઈ વિસ્તાર માં કરવામાં આવનાર ડેવેલોપમેન્ટ પ્લાન ને પ્રદર્શન માં મુકવામાં આવ્યા છે. 
(૪) કેન્સાસ સીટી લાઈબ્રેરી (યુ.એસ.)
કેન્સાસ સીટી માં પબ્લિક લાઈબ્રેરી ના સેન્ટ્રલ બ્રાંચ માં કાર પાર્કિંગ ગેરેજ ભાગ તરીકે બનાવામાં આવેલ આ બેનમુન બિલ્ડીંગ એ અદભુત સર્જન છે. જ્યાં તમને વિશાળ કદ ની લગભગ ૨૫’ * ૯’ ફૂટ ની દીવાલો જોવા મળશે કે જે લાઈનસર ગોઠવેલી ચોપડીઓ જેવી લાગે છે. 
(૫) ધ રોબોટ બિલ્ડીંગ ( થાઈલેન્ડ )
થાઈલેન્ડ ના બેંગકોક માં સથોર્ન બીઝનેસ શહેર માં આવેલ આ બિલ્ડીંગ એ ધ રોબોટ બિલ્ડીંગ તરીકે ખ્યાતનામ છે. કે જે United Overseas Bank નું બેંગકોક ખાતે નું હેડ ક્વાર્ટર છે. 
(૬) ધ બ્લુ બિલ્ડીંગ ( નેધરલેન્ડ )
રોટરડમ માં આવેલ આ એક અનોખું બિલ્ડીંગ છે કે જેમાં અલગ અલગ બ્લોક ના ઘર આવેલા છે જેની ઉપર ૨ માઈક્રોન નું બ્લુ પેઈન્ટ કરવામાં આવ્યું છે, જેથી કરીને રોટરડમ ખાતે તે એક પ્રવાસીઓ માટે નું ફોટોગ્રાફિક સ્થળ બની ગયું છે. 
સોર્સ : link 

About વેદાંગ એ. ઠાકર

હું ગરવી ગુજરાત નો એક વડોદરાવાસી છું. મનગમતી વાતો થી આ બ્લોગ ને સજાવી રહ્યો છું. હાર્દિક સ્વાગત કરું છુ મારા બ્લોગ પર તમારું .આપનો વેદાંગ એ. ઠાકર.

એક પ્રતિભાવ »

  1. વિનય ખત્રી કહે છે:

    બાસ્કેટ બિલ્ડિંગ વિશે ૨૦૦૮માં ફનએનગ્યાન.કોમ પર એક પોસ્ટ કરી હતી.

Leave a comment