ક્રિએટીવ કેવું ક્રિએટીવ કરે છે….(૫)

( ભાગ : ૫ )

દુનિયા નું જો કોઈ હોશિયાર પ્રાણી હોય તો એ છે માનવી.
આ માનવીએ પોતાના ક્રિએટીવ દિમાગ થી ઘણું બધું ક્રીએશન કર્યું છે. હવે આ ક્રિએટીવીટી ટેક્નોલોજી ની મદદ થી એટલી બધી ચતુરાઈ ભરી થઇ ગઈ છે કે બે ઘડી એ માનવી જ વિચાર મા પડી જાય કે આ ખરેખર સાચું છે કે પછી મારી ક્રિએટીવીટી છે ?
જોવું છે તો જુઓ,…………..


ક્રમશ : ………….
( સ્ત્રોત : ઈન્ટરનેટ ના ફોટા સંગ્રહ માંથી )
Advertisements

પ્રખ્યાત મંદિરો ની સફરે

ભારત એ યુગો યુગો થી ધર્મ અને સહિષ્ણુતા ધરાવતો દેશ છે. અહી ધર્મ-પાલન અને શ્રદ્ધા વડે દરેક ધર્મ પોતાના ધોરણે ખુબજ ઉચ્ચ કોટી એ વિરાજમાન છે. ભારત માં આ વિવિધ ધર્મ અને પંથ ના ધર્મ સ્થાનો એટલે કે મંદિરો પણ આજે ઉચ્ચ કોટી ના આસ્થા કેન્દ્ર સમાન બની ગયા છે, જ્યાં ફક્ત એક વાર જવું એટલે સાક્ષાત પ્રભુ ના સાન્નિધ્ય માં જવા બરાબર ગણવા માં આવે છે. તો આવાજ કેટલાક શ્રેષ્ઠ ઉચ્ચતમ કોટી ના મંદિરો ના આજે આપણે સૌ સાથે મળી ને દર્શન કરીશું. તો પછી વાર કેટલી ? ચાલો.

( સ્ત્રોત : ઈન્ટરનેટ ના ફોટા સંગ્રહ માંથી )

ચિત્રવિચિત્ર ફર્નીચર

ચિત્રવિચિત્ર ફર્નીચર

મિત્રો, તમે કોઈ ઘર માં કે શોરૂમ માં જાત જાત ના ફર્નીચર જોયા હશે કે જેમાં તમને કદાચ કંઈક નવીનતા જોવા મળતી હશે.
પણ કેટલાક ફર્નીચર ની ડીઝાઈન એવી છે જે જોઇને તમને બે ઘડી તો લાગશે કે આવું તો કઈ રીતે બને ? જુઓ આ તદ્દન નવી ડીઝાઈન ના મોર્ડન ફર્નીચર.
૧. F – 4  ઈજેક્શન સીટ ( મશીનરી પાર્ટ્સ માંથી બનાવેલ ખુરશી )

૨. ફાયરબર્ડ કાઉચ  ( કાર ના પૈડા અને તેની રીંગ માંથી બનાવેલ સોફા )


૩. એરપ્લેઈન વિંગ કોન્ફરન્સ ટેબલ ( પ્લેન ની પાંખ માંથી બનાવેલ ટેબલ )


૪. જંક કાર શીટ મેટલ ટેબલ  ( કાર ની મેટલ શીટ માંથી બનાવેલ ટેબલ )

૫. એન્જીન કોફી ટેબલ   ( એન્જીન ના પાર્ટ્સ વિન્ટેજ કર્બોરેટર ના ઉપયોગ થી બનેલ ટેબલ )


૬. B – 52 મિચેલ બોમ્બર પ્લેન ડેસ્ક

૭. 747 કાઉલીંગ રીસેપ્શન ડેસ્ક


૮. જેક્સ કસ્ટમ કાર બેડ્સ


૯. મિલાનો બાઈક લોંગ ચેઈર


૧૦. ઓઈલ ડ્રમ રોકર ચેઈર

૧૧. 707 ફ્યુસલેજ રૂમ ડિવાઇડર

૧૨. વેપન્સ ગન ચેઈર

૧૩. એન્જીન ગ્લાસ કોફી ટેબલ

( સ્ત્રોત :  ઈન્ટરનેટ ના ફોટા સંગ્રહ માંથી )

પોસ્ટોજના (પીવ્કા નદી થી બનેલ ગુફા)

પોસ્ટોજના ( પીવ્કા નદી થી બનેલ ગુફા )

પોસ્ટોજના. આ અદભુત નૈસર્ગિક રૂપ ધરાવતી ગુફા એ સૌ પ્રથમ ૧૭ મી સદી માં જોહાનન વેઈચાર્ડ વાલ્વાસોર વડે વર્ણવાયેલી હતી. ત્યારબાદ, આ ગુફા નો નવો ભાગ ઈ.સ.૧૮૧૮ માં, ઔસ્ત્રિયા ના સૌ પ્રથમ રાજા ફ્રાન્સીસ ૧ આ ગુફા ની સહેલગાહ કરવા આવવા ના હોવાથી તેની તૈયારી રૂપે હોથાર્ત ( ગુફા નો એક ભાગ ) ને તૈયાર કરતા કરતા લ્યુકા સેક વડે શોધાયેલ હતો. ઈ.સ.૧૮૧૯ માં આ ગુફા જાહેર જનતા માટે ખુલ્લી મુકવા માં આવી. અને લ્યુકા સેક તેમાં જનારો પ્રથમ ગાઈડ હતો. ઈ.સ.૧૮૮૪ માં જ્યાં આ ગુફા આવેલી છે તે ઓસ્ત્રો- હંગેરિયન ની સત્તા હેઠળ ના કર્નીઓલા ની રાજધાની લ્જુલ્બ્જાના તરફ થી આ ગુફા માં ઈલેક્ટ્રીસીટી ની વ્યવસ્થા કરી આપવા માં આવી. ઈ.સ.૧૮૭૨ માં આ ગુફા માં પહેલી વખત રેલ ની વ્યવસ્થા કરવા માં આવી હતી. જે વિશ્વ માં કોઈ ગુફા માં કરેલ પ્રવાસીઓ માટેની સૌ પ્રથમ રેલ વ્યવસ્થા હતી. પેહલા તો તે રેલ બધા ગાઈડ વડે ખેંચી ને લઇ જવા માં આવતી હતી. પણ, ૨૦ મી સદી માં ગેસ વડે ચાલતી રેલ ની વ્યવસ્થા કરવા માં આવી.અને ત્યારપછી, ઈ.સ.૧૯૪૫ માં ગેસ ની જગ્યાએ ઇલેક્ટ્રિક રેલ આવી ગઈ.
૫.૩ કી.મી. ની ઊંડાઈ ને લંબાઈ ધરાવતી પ્રવાસીઓ વડે ખેડતી આ ગુફા એ વિશ્વ ની સૌથી લાંબી પ્રથમ ગુફા હતી. આ ગુફા માં ઘણા એક્વેરિયમ છે જે તેની સહેલગાહ કરતા જોવા મળે છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

( સ્ત્રોત :  ઈન્ટરનેટ ના ફોટા સંગ્રહ માંથી )

બોટલ પર કરી અદભુત કમાલ

સ્ટોઅરબ્રીજ, વેસ્ટ મીડલેન્ડ્સ ( યુ.કે.) અને તેની આજુબાજુ ના વિસ્તાર વાળા એરિયા ના લોકો ને માટે એ કૌતુક થતું જયારે તેઓ તેમના ઘર પાસે દૂધ ની કાચ ની બોટલો ને જુએ તો. તેઓ ને આ બોટલ ઉપર ગાય કે બીજા પ્રાણીઓ ના ચિત્રો જોવા મળતા જેને બોટલ પર ખુબજ બારીક અને સ્પસ્ટ કોતરકામ કરી ને બનવા માં આવેલ હોય છે.
એક કલાકાર કે જેને તેના પાડોશીયો કે આજુબાજુ ના એરિયા ના લોકો ” બોટલ બેંકસાય ” ( બોટલ સંગ્રહખોર ) તરીકે ઓળખે છે. આ કલાકાર એ લોકો ના ઘર આંગણે પડેલી દૂધ ની કાચ ની બોટલો ઉપાડી ઘરે લઇ આવે છે અને તેની ઉપર પોતાની આવડત પ્રમાણે કોતરકામ કરી ને જુદા જુદા પ્રાણીઓ ના ચિત્રો અંકિત કરે છે, અને પછી તે બોટલ અજાણ્યા ઘર આંગણે પછી મૂકી દે છે. આ કલાકાર છે : ચાર્લોટ હુજેસ માર્ટીન છે. તો જુઓ તેમની આ કલા ને.

( સ્ત્રોત : ઈન્ટરનેટ ના ફોટા સંગ્રહ માંથી )

વોલ પેઈન્ટિંગ ની કમાલ જુઓ

વોલ પેઈન્ટિંગ ની કમાલ જુઓ

મિત્રો, આપણે કલા ની દુનિયા માં ઝલક કરીએ તો જાણવા મળશે કે હજુ તો આપણે કશુજ નિહાળ્યું નથી. હજુ તો ઘણું બધું જોવાનું બાકી છે. આજે, આપણે એવીજ એક કલા ના નજારા ને માણવા ના છે. જુઓ અહી વોલ પેઈન્ટિંગ ની કમાલ.


 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

( સ્ત્રોત : ઈન્ટરનેટ ના ફોટા સંગ્રહ માંથી )

દુનિયા ની આકર્ષક અને અસામાન્ય ગુફાઓ

દુનિયા ની આકર્ષક અને અસામાન્ય ગુફાઓ

દુનિયા મા ઘણા ગુફા ઘર એવા આવેલા છે. પણ કેટલાક એવા અસામાન્ય અને આકર્ષક ગુફા ઘર આવેલા છે જેને જોતા કુદરત ના કરિશ્મા ને દાદ દેવી પડે. આ પ્રકાર ના ગુફાઘર મા સામાન્ય રીતે ભગવાન ની ભક્તિ કરવા માટે નું શ્રેષ્ઠ વાતાવરણ હોવાથી ધ્યાન ભક્તિ કરનારા તેમાં રેહતા હોય છે. અથવા તો સામાન્ય લોકો પણ રહે છે. આજે પણ નોર્ધર્ન ચાઈના મા એવી કેટલીક ગુફાઓ છે કે જ્યાં ૪૦ મિલિયન લોકો આ પ્રકાર ની ગુફાઓ મા રહે છે.

 

૧. યુચીસર, ટર્કી
ટર્કી મા નેવસેહિર થી ૭ કી.મી. દુર ના વિસ્તાર મા સૌથી ઉચાઈએ આવેલ આ પથ્થરો ની બનેલ ગુફા એક પોતાનામાં જ એક અજુબો છે.

 

 

૨. ઓર્તાહીસર, ટર્કી
આ ગુફાઘરો એ ટર્કી મા ઉર્ગુપ થી ૬ કી.મી. દુર, નેવસેહિર જવા ના રોડ પર આવેલ છે.

 

 

૩. કાન્ડોવન, ઈરાન
૧૩ મી સદી નું આ એક ઐતિહાસિક ગામ છે જે પૂર્વ ઈરાન ના જર્બેઇજન મા આવેલ છે. કાન્ડોવન ને બેજોડ બનાવતું જમા પાસું છે તેના મા આવેલા નિવાસ સ્થાનો, કે જે કોન આકાર મા પથ્થરો ની બનેલી ગુફાઓ મા બનાવેલા છે. આ કોન આકાર ના પથ્થરો એ જ્વાળામુખી ની અસરો થી એક સુંદર આકાર મા પરિવર્તિત થઈને આજે એક વિશાળ કોનગુફા કોલોની ના રૂપ મા આવી ગઈ છે. આ ઘરો મા ૨ થી ૪ માળ હોય છે જેમાં છેક નીચે પ્રાણીઓ ને રાખે છે, તેની ઉપર નો માળ લીવીંગ રૂમ તરીકે વાપરે છે, અને સૌથી ઉપર સ્ટોરેજ તરીકે વાપરે છે.

 

 

૪. વાર્ડઝિયા, જોર્જિયા
ગુફાઓ નું શહેર એટલે વાર્ડઝિયા જે પશ્ચિમી જોર્જિયા મા મ્ત્ક્વારી નદી ના ડાબા કિનારે આવેલ આસ્પીનડ્ઝા ની નજીક મા રહેલા રુશેલી પર્વત પર આવેલું છે. આ શહેર ઈ.સ. ૧૧૮૫ મા તમાર રાની વડે બનાવાયેલું છે. મોન્ગોલ્સ થી બચવા માટે આ રેહઠાન બનવા મા આવ્યું હતું. ત્યાં ૧૩ માળ નું બિલ્ડીંગ છે જ્યાં ૬ હાજર એપાર્ટમેન્ટ આવેલા છે. જેમાં ચર્ચ, રાજ્યસભાગૃહ, તથા રાની નો મહેલ આવેલ છે. ઈ.સ. ૧૨૮૩ મા સ્મેત્સ્ખે મા આવેલા ભૂકંપ ને કારણે ૨/૩ ભાગ આ ગુફાઘર નો નાશ પામ્યો.

 

 

૫. બાંડિયાગારા એસ્કાર્પમેન્ટ, માલી
આફ્રિકા ખંડ મા આવેલ માલી ના ડોગોન દેશ મા આ બાંડિયાગારા એસ્કાર્પમેન્ટ આવેલું છે. રેતી અને પથ્થરો થી બનેલ આ રેહઠાનો એ આશરે નીચેના સપાટ રેતાળ પ્રદેશ થી ૫૦૦ મીટર ઉચાઈએ આવેલ છે. આ ઘરો એ કુલ ૫૦૦ મીટર ની લંબાઈ મા આવેલા છે. અત્યારે આ વિસ્તાર ડોગોન પ્રજાતિ થી ભરપુર છે. પેહલા અહી , તેલેમ અને તોલોય પ્રજાતિ વસ્તી હતી. ત્યાં આજેય ઘણા બાંધકામ તોલોય પ્રજાતિ ના છે.
હાલ ના,  સમય મા દક્ષીણ આફ્રિકા નું આ એક ઐતિહાસિક અને જોવાલાયક સ્થળ બની ચુક્યું છે.

 

 

૬. મેસા વેર્ડે, યુ.એસ.
મેસા વેર્ડે નેશનલ પાર્ક એટલે યુ.એસ.નેશનલ પાર્ક અને યુનેસ્કો વર્લ્ડ હેરીટેજ સાઈટ એ યુ.એસ.ના કોલોરાડો મા મોન્તેઝુમાં મા આવેલું છે. આ ગુફાઘરો એ ૧૯૦૬ મા અસ્તિત્વ મા આવેલા. આ પાર્ક એ ચારેય બાજુએ થી ૮૧.૪ સ્ક્વેર માઈલ ( ૨૧૧ ચો. કી.મી.) નો વિસ્તાર ધરાવે છે, અને તેમાં એન્કેસ્ત્રલ પ્યુબેલોન પ્રજાતિ ના લોકો વડે બનાવેલ ઘણા બધા ઘર અને ગામ આવેલા છે.

 

 

૭. સાસ્સી ડી માટેરા
સાસ્સી એ પ્રાગેઈતિહાસિક અસ્તિત્વ મા આવેલું છે.આ સાસ્સી એ માટેરા ના એક જુના શહેર મા આવેલું છે.અહી આવેલા ઘરો મા ના ઘણા ઘર એ ફક્ત જમીન મા ઊંડી બખોલ છે. આ પ્રાગેઈતિહાસિક શહેર એ નદી વડે બનેલી એક ઊંડી સાંકડી ખીણ ના ઢાળ ની ઉંચાઈએ  આવેલ છે.

 

 

૮. બામિયાન, અફગાનિસ્તાન
બામિયાન એ બમ્યાન તરીકે પણ બોલાય છે જે ખરેખર પર્સિયન શબ્દ છે અને તે સમુદ્ર ની સપાટી થી ૯,૨૦૦ ફૂટ ( ૨,૮૦૦ મી.) ની ઉચાઈએ આવેલ છે. તે હજારાજત નું એક ખુબજ મોટું ગામ છે અને મધ્ય અફગાનિસ્તાન ના બમ્યાન પ્રદેશ ની રાજધાની છે. તે રાજધાની કબુલ ના ઉત્તર-પશ્ચિમે ૨૪૦ કી.મી. દુર આવેલું છે. બમ્યાન એ સંસ્કૃત શબ્દ “વર્માંયાન ” પર થી આવ્યો છે અને તે આમતો હિંદુ બુધ્ધીસ્ત સંપ્રદાય ના લોકો ની જગ્યા હતી. આ બમ્યાન શહેર મા આ ગુફાઘરો મા ઘણી બુદ્ધ પ્રતિમાઓ અંકિત કરેલી જોવા મળે છે. ઈ.સ.૨૦૦૮ મા અહી ઘણા તૈલી ચિત્રો મળી આવ્યા હતા.

 

 

૯.માટમાતા, તુંનીશિયા
બીજું એક ગુફાઘર છે, માટમાતા કે માટેમાતા કે જે દક્ષીણ તુંનીશિયા ના એક નાના ગામ મા અસ્તિત્વ મા છે.આ બેર્બેર ગામ મા લોકો આ એક અનોખા અને રહસ્યમય રેહઠાનો મા રહે છે. જમીન મા ઊંડા અને મોટા ખાડા કરીને આ બાંધકામ કરવા મા આવેલું છે. અને ત્યારબાદ તેની આજુબાજુ કલાત્મક રીતે ઘર બનાવામાં આવ્યા છે. આ બધા ઘરો એ એકબીજા જોડે સપાટ બનાવેલા પેસેજ થી જોડાયેલા છે.

 

 

૧૦. ગુયાજુ, ચાઈના
ગુયાજુ એ બેઇજીંગ થી ૯૨ કી.મી. કે ૫૭ માઈલ દુર આવેલ એક વિશાળ ગુફાઘર છે. આ ગુફાઘર વિષે કોઈને કંઇજ ખબર નથી એટલે કે તેની કોઈજ ઐતિહાસિક નોંધ નથી. ઝ્હેંગશેન્યિંગ ગામ મા આવેલ આ મજબુત પથ્થરો ની ગુફાઓ એ ગોળાકારે પથરાયેલી છે. આ ચાઈના ની સૌથી મોટી ગુફા છે જેમાં ૧૧૦ પથ્થર ઘર આવેલા છે.

 

( સ્ત્રોત : ઈન્ટરનેટ ફોટા સંગ્રહ માંથી )

ક્રિએટીવ કેવું ક્રિએટીવ કરે છે….(૪)

( ભાગ : ૪ )

દુનિયા નું જો કોઈ હોશિયાર પ્રાણી હોય તો એ છે માનવી.
આ માનવીએ પોતાના ક્રિએટીવ દિમાગ થી ઘણું બધું ક્રીએશન કર્યું છે. હવે આ ક્રિએટીવીટી ટેક્નોલોજી ની મદદ થી એટલી બધી ચતુરાઈ ભરી થઇ ગઈ છે કે બે ઘડી એ માનવી જ વિચાર મા પડી જાય કે આ ખરેખર સાચું છે કે પછી મારી ક્રિએટીવીટી છે ?
જોવું છે તો જુઓ,…………..

 

 

 

 

 

 

 

 

 

ક્રમશ : ………….
( સ્ત્રોત : ઈન્ટરનેટ ના ફોટા સંગ્રહ માંથી )

ભવિષ્ય ની ઈમારતો જુઓ

મોર્ડન આર્કિટેક્ચર પ્રમાણે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે કંઈક ને કંઈક અલગ નવી અને યુનિક ડીઝાઈન લાવી ને નવા નવા મટીરીયલ્સ, અને ઇક્વિપમેન્ટ્સ ના ઉપયોગ થકી અદભુત દેખાવ વાળા બિલ્ડીંગ આ નવા આર્કીટેક્ચરો બનાવી રહ્યા છે.
પણ, હવે ભવિષ્ય ની વાત કરીએ તો આ નવા નવા આર્કીટેક્ચરો ગ્રેવિટી ને ધ્યાન માં રાખીને, નવા શેપ, જુદા જુદા એન્ગલો તથા અલગ અલગ સ્કલ્પચર થી પ્રેરાઈ  જેવા કે વિશાળ ખુરશી, ડ્રેગનફ્લાય ના કંઈક નવીનતમ પ્રોજેક્ટ લાવી રહ્યા છે. તો જોઈ લઈએ આ ભવિષ્ય ની બનનારી બિલ્ડીંગો ને.


 

 

 

 

 

 

 

 

 

 

 

ઉપર દર્શાવેલ ફોટા ન.૫ વાળી ડીઝાઇન તો આપણે ત્યાં આપણા માનીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ના નવા બિલ્ડીંગ માં જોવા મળી ગઈ છે.


( સ્ત્રોત : ઈન્ટરનેટ ફોટા સંગ્રહ માંથી )

પેન્સિલ આર્ટ વર્ક

ઘણા આર્ટીસ્ટ આર્ટ વર્ક માટે પેન્સિલ નો ઉપયોગ કરે છે, પરંતુ ડાલટન ઘેટ્ટી નામ નો એક આર્ટીસ્ટ પેન્સિલ ની ટોપ પર બારીક આર્ટ વર્ક કરે છે. બ્રાજીલ માં જન્મેલ પણ અત્યારે કનેક્ટીકટ માં વસેલા આર્ટીસ્ટ ડાલટન ઘેટ્ટી અશક્ય લાગતાં એવા પેન્સિલ ની ટોપ પર પુરેપુરા આકાર સાથે બારીક સ્કલ્પચર વર્ક કરે છે. તે આ આર્ટવર્ક માટે સામાન્ય ટુલ્સ જેવા કે રેઝર બ્લેડ, સોય નો ઉપયોગ કરે છે.

ચાલો તો જોઈએ આ અદભુત કલાકાર ની કળા :

( સ્ત્રોત : ઈન્ટરનેટ ના ફોટા સંગ્રહ માંથી : link )