પેહલા તો આપણા જુના અને મોસ્ટ ફેવોરાઈટ સ્ટાઈલ માં થોડોક બાયોડેટા આપી દઉં;

નામ     : વેદાંગ એ. ઠાકર
રહેઠાણ : વી.આઈ.પી.રોડ, કારેલીબાગ, વડોદરા. ( રહું છું તો વી આઈ પી રોડ પર, પણ છીએ તો સામાન્યજ )
ભણતર : બી.એસ.સી. ( કેમેસ્ટ્રી )
શોખ : (૧)  મને જગજીતસિંહ, હરીહરન, પુરુષોતમ ઉપાધ્યાય ની ગઝલ સાંભળવી ગમે છે.
(૨)  મને ભગવાન કૃષ્ણ ની પુસ્તકો વાંચવાની ગમે છે.
(૩)  મને ગુજરાતી બ્લોગ વાંચવાના તથા લખવાના ગમે છે.
(૪)  મને ટીવી પર સી આઈ ડી, તારક મેહતા કા ઉલટા ચશ્માં, સીરીયલો જોવાની ગમે છે.
(૫)  મને કોમેડી પિક્ચર જોવાની ગમે છે.
બસ હમણાં આટલા થી ચલાવી લઉં છું ……… પછી સમય થી જોઈશું.
પ્રોફેશન :  હું હાલ માં શિક્ષણક્ષેત્ર ના ફ્રેન્ચાઈઝી બીઝનેસ માં જોડાયેલો છું.
* હું રેકી પ્રેક્ટીસનર છું. સમયાનુસાર રેકી જરૂરિયાતમંદ ને આપું છું.
હું વડોદરા નો રેહવાસી છું. ગુજરાતી છું એટલે સ્વાભાવિક રીતે ગુજરાતી હોવાનો સંપૂર્ણ ગર્વ છે. સાથે સાથે ગુજરાતી બ્લોગ પ્રત્યે આકર્ષણ વધારે છે એટલે મારા પ્રયત્નો વધારે એજ હોય છે કે હું મારા તરફ થી ગુજરાતી બ્લોગ જગત ઉપર આવનાર દરેક આગંતુક ને કંઈક નવુજ પીરસું, અને કદાચ એજ હેતુથી આ ફોટો ના બ્લોગ ની રચના થઇ ગઈ છે.
જય ગરવી ગુજરાત.

એક પ્રતિભાવ »

  1. રૂપેન પટેલ કહે છે:

    વેદાંગભાઈ આપના બ્લોગને ગુજરાતી બ્લોગ્પીડિયા બ્લોગ એગ્રીગેટર માં સામેલ કર્યો છે મુલાકાત લેશો http://rupen007.feedcluster.com/
    વેદાંગભાઈ આપને ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપમાં જોડાવા આમંત્રણ છે .મુલાકાત લેશો http://groups.google.co.in/group/netjagat
    https://groups.google.com/forum/?fromgroups#!forum/netjagat

  2. વિનય ખત્રી કહે છે:

    પ્રિય વેદાંગ,

    “હું મારા તરફ થી ગુજરાતી બ્લોગ જગત ઉપર આવનાર દરેક આગંતુક ને કંઈક નવું જ પીરસું”ને વળગીને અવનવું પીરસતા રહેજો.

    લખાણ/ફોટો પર જે તે લેખક/ફોટોગ્રાફરની માલિકી હોય છે અને તમને ઈમેઈલમાં મળી ગયા એટલે તમારા થઈ જતા નથી કે તમને પ્રસિદ્ધ કરવાની પરવાનગી મળી જતી નથી તેની નોંધ લેશો.

  3. શ્રી વિનયભાઈ,

    પ્રથમ આપના સહકાર બદલ આભાર. બીજું કે, આપની વાત એકદમ સાચી છે કે ઈ-મેઈલ મારફતે મળેલ ફોટો કે લખાણ જે તે વ્યક્તિ કે સંસ્થા ની માલિકી ના હોય છે, પણ હા હું આ બાબતે ખુબજ ચોકસાઈ લઇ ને અને એ લખાણ કઈક સંદેશારૂપ હોય તોજ તેને પ્રશિદ્ધ કરું છું. હું પણ સમજી શકું છું, જે ફોટો કોપીરાઇટ વાળો હશે તે કોપી પેસ્ટ કરી ના લેવાય. એટલે હું એજ ઈમેજ લઉં છું જે કોપી પેસ્ટ કરી ને લેવાય છે, અને સંદેશારૂપ કોઈ ને મોકલી શકાય. આભાર.

  4. pravinshah47 કહે છે:

    ફોટાઓનો સારો સંગ્રહ કર્યો છે.
    પ્રવીણ શાહ

  5. chandravadan કહે છે:

    Nice Blog !
    Congratulations, Vedang !
    Welcome to Gujarati WebJagat !
    Wishing you all the BEST always !
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Inviting you to Chandrapukar . Hope to see you there.

  6. વિનય ખત્રી કહે છે:

    એક અનુભવી બ્લોગર તરીકે તમે મારી પાસેથી સલાહ સૂચનનો આગ્રહ રાખો છો તો લો…

    ૧) તમે અહીં લખ્યું છે કે હું મારા તરફ થી ગુજરાતી બ્લોગ જગત ઉપર આવનાર દરેક આગંતુક ને કંઈક નવુજ પીરસું, અને કદાચ એજ હેતુથી આ ફોટો ના બ્લોગ ની રચના થઇ ગઈ છે. આ વાતને વળગીને નવું પીરસતા રહો.

    ૨) લખાણ કે ફોટો જે તે લેખક કે ફોટોગ્રાફરની માલિકી હોય છે, કૉપી રાઈટ્સ હોય છે. તમને ઈમેઈલમાં મળી ગયા એટલે તમારા થઈ જતા નથી કે તમને પ્રસિદ્ધ કરવાની પરવાનગી (કૉપીરાઈટ્સ) મળી જતી નથી તેની નોંધ લેશો.

    ૩) ફનએનગ્યાન.કોમ પર અદ્‌ભુત કળા વિભાગની બધી પોસ્ટ સમય મળે ત્યારે ચોક્ક્સ વાચજો

    ૪) આ બે લેખ જરૂર વાંચજો એક = http://funngyan.com/2008/06/28/inside-story/ અને બે = http://funngyan.com/2011/01/19/imagesearch/ અને પ્રતિભાવ આપજો (બ્લોગ પર અથવા બીજી કોઈ પણ રીતે)

  7. Whole Blog is nicely arranged .

    આપે જે વિશેષ નોંધ , લાઇવ ટ્રાફિક ફીડ મુકેલ છે , તે કેવી રીતે મૂકી શકાય તે જણાવશો .

    મેં widget માં ટ્રાય કર્યું છે , પણ ટ્રાફિક ફીડ વિષે કઈ ખ્યાલ નથી આવતો . તેનો કોડ તેની વેબસાઈટ પરથી મળેલ છે , પણ તે ક્યાં એડ કરવાથી , મને તે મારા પેજ પર જોવા મળશે , તે જણાવવા વિનંતી .

Leave a comment