ભારત ની વિવિધતાઓ ફોટા ની નજરે

ભારત ની વિવિધતાઓ ફોટા ની નજરે

મિત્રો,

આજે આપણે આપણા ભારત દેશ ની વિવિધતા તથા સુંદરતા ને ફોટા ની નજરે નિહાળીએ તો તે ખરેખર ખુબજ અદભુત અનુભવ લાગશે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

મિત્રો, આ હતી આપણા ભારત દેશ ની સફર કેટલાક અદભુત ફોટાઓ ની નજરે. 

 

Advertisements

ગ્રાન્ડ કેન્યોન નેશનલ પાર્ક

ગ્રાન્ડ કેન્યોન નેશનલ પાર્ક 
મિત્રો,

આજે આપણે USA ના એરિઝોના માં આવેલ દુનિયા નું સૌથી સુંદર સ્થળ એટલે કે ગ્રાન્ડ કેન્યોન નેશનલ પાર્ક ને નિહાળીશું.

ગ્રાન્ડ કેન્યોન કે પગથીયા ના આકાર પામેલી વિશાળ પર્વતમાળા છે, તે કોલોરાડો નદી વડે નિર્મિત થયેલી છે. આ પર્વતમાળા એટલી તો વિશાળ છે કે તેમાં કુદરતે ખૂંપી ખૂંપી ને કુદરતી દ્રશ્યો મુકેલા છે. કુદરત નો નજરો અહી આબેહુબ છે. 

ગ્રાન્ડ કેન્યોન નું આવું સર્જન થવા પાછળ નું મુખ્ય કારણ છે તેના પથ્થરો નું ક્ષરણ ( ખવાણ ) અને એ પણ પેહલા પાણી દ્વારા અને પછી પવન દ્વારા, અને કદાચ એટલે જ આવી વિશાળ પર્વતમાળા નું સર્જન થયું છે.
દર વર્ષે લગભગ ૫ મિલિયન પ્રવાસીઓ આ ૧ માઈલ ઊંડી ગ્રાન્ડ કેન્યોન પર્વતમાળા ની વિઝીટ કરે છે. આ ગ્રાન્ડ કેન્યોન માં ફરવા માટે નો ઉત્તમ સમય છે શિયાળો. આ સમય માં અહી પુષ્કળ પ્રમાણ માં પ્રવાસીઓ ની ભીડ જોવા મળે છે. 

This slideshow requires JavaScript.

Source : Link 

હર્બીન ઇન્ટર નેશનલ આઈસ સ્નો ફેસ્ટીવલ

હર્બીન ઇન્ટર નેશનલ આઈસ સ્નો ફેસ્ટીવલ 

મિત્રો,

આજે આપણે ચાઈના ના હર્બીન માં યોજાતો હર્બીન ઇન્ટરનેશનલ આઈસ એન્ડ સ્નો ફેસ્ટીવલ ના ફોટા માણીશું. 

હર્બીન ઇન્ટરનેશનલ આઈસ એન્ડ સ્નો ફેસ્ટીવલ એ ચાઈના ના ઉતરાર્ધ માં આવેલ હેઇલોન્ગ્જિઆન્ગ ના કેપિટલ સીટી હર્બીન માં યોજાતો વિશ્વ નો ચોથો અને મોટા માં મોટો આઈસ ફેસ્ટીવલ છે. 


વિશ્વવિખ્યાત જાપાન ના સપ્પોરો સ્નો ફેસ્ટીવલ, કેનેડા ના ક્યુબેક સીટી વિન્ટર કાર્નિવલ, અને નોર્વે ના સ્કી ફેસ્ટીવલ પછી આ હર્બીન આઈસ ફેસ્ટીવલ નો નંબર આવે છે. હર્બીન માં સાઇબેરિઆ થી આવતા સીધાજ ઠંડા બર્ફીલા પવનો ને કારણે અહી વિન્ટર માં -૧૬.૮ ડીગ્રી સેલ્સિયસ જેટલું ઠંડુગાર વાતાવરણ હોવાને કારણે અહી આ આઈસ ફેસ્ટીવલ શક્ય બન્યો છે. 
અહી રાત ના સમયે ડેકોરેટીવ  લાઈટીંગ કરીને આ આઈસ સ્કલ્પચર ને ખુબજ આધુનિક રૂપ આપવામાં આવે છે જેથી અહી રાત ના સમયે પ્રવાસીઓ વધારે આકર્ષાય છે. ત્યાં સ્કીઈંગ તથા વિન્ટર સ્વીમીંગ ની જેવી મોજણી ની વ્યવસ્થા પ્રવાસીઓ ને આકર્ષવા મુકેલ છે. 
Source : Link

દુનિયા ની શ્રેષ્ઠ ક્રિએટીવ બિલ્ડીંગો

મિત્રો,

મને ઇન્ટરનેટ પર ખોજખોળ કરતા મળેલા ફોટા સંગ્રહ માંથી આજે આપણે જોઈશું કેટલીક એવી અનોખી અને અજોડ બિલ્ડીંગ ના ફોટા કે જે જોઇને એક નજરે આપણા મોઢે બોલી જવાય કે ઓહો, આવી પણ બિલ્ડીંગ હોય શકે ?
(૧)  બાસ્કેટ બિલ્ડીંગ ( યુ.એસ.)
ડેવ લોન્ગબર્ગર કે જે ધ લોન્ગબર્ગર કંપની ના પ્રણેતા છે, તેમણે કંપની ની કોર્પોરેટ ઓફીસ ને એક મોટા વિશાળ કદ ના બાસ્કેટ ના રૂપ માં બનાવવાનું સપનું જોયું. જયારે ડેવે આ કંપની ના ઓફીસ ને બાસ્કેટ ના રૂપ માં બનાવવાનું નક્કી કર્યું ત્યારે આ બિલ્ડીંગ બનાવનાર કોન્ટ્રાકટરો, આર્કિટેક, અને સાથે સાથે કંપની ના કર્મચારીઓ તે વાત ને મજાક માં લીધી. પણ ડેવે તો નક્કી કર્યુજ હતું. અને અંતે ડેવ નું સપનું સાકાર થયું ડીસેમ્બર ૧૭, ૧૯૯૭ ના દિવસે જયારે આ ઓફીસ નું બાસ્કેટ ના સ્વરૂપ માં આકાર લઇ ને કામકાજ શરુ થયું. 
(૨)  ધ ડાન્સિંગ હાઉસ ( ચ્ઝેચ રિપબ્લિક )
ચ્ઝેચ રિપબ્લિક ના પ્રેગુ ના એક વિસ્તાર માં આવેલ એક ઓફીસ બિલ્ડીંગ ને નામ આપવામાં આવ્યું ” ધ ડાન્સિંગ હાઉસ “. ક્રોએસિયા માં જન્મેલ ચ્ઝેચ આર્કિટેક વ્લાદો મીલુંનીક અને તેમના સહ ભાગીદાર કેનેડિયન આર્કિટેક ફ્રેંક ગેહરી એ એક નદી ના ખાલી પટ માં આ યાદગાર બિલ્ડીંગ નું નિર્માણ કર્યું. તેનું નિર્માણ ૧૯૯૪ માં શરુ થયું હતું અને ૧૯૯૬ માં પૂરું થયું હતું. 
(૩) ધ પિયાનો હાઉસ ( ચીન )
હાલમાંજ, બંધાયેલ આ અજોડ કારીગરી ધરાવતું પિયાનો હાઉસ એ ચીન ના હુઈ વિસ્તાર માં આવેલું છે. વાયોલીન વાળા ભાગ માં બિલ્ડીંગ માં જવા માટે નું એસ્કેલેટર છે. આ બિલ્ડીંગ માં હુઈ વિસ્તાર માં કરવામાં આવનાર ડેવેલોપમેન્ટ પ્લાન ને પ્રદર્શન માં મુકવામાં આવ્યા છે. 
(૪) કેન્સાસ સીટી લાઈબ્રેરી (યુ.એસ.)
કેન્સાસ સીટી માં પબ્લિક લાઈબ્રેરી ના સેન્ટ્રલ બ્રાંચ માં કાર પાર્કિંગ ગેરેજ ભાગ તરીકે બનાવામાં આવેલ આ બેનમુન બિલ્ડીંગ એ અદભુત સર્જન છે. જ્યાં તમને વિશાળ કદ ની લગભગ ૨૫’ * ૯’ ફૂટ ની દીવાલો જોવા મળશે કે જે લાઈનસર ગોઠવેલી ચોપડીઓ જેવી લાગે છે. 
(૫) ધ રોબોટ બિલ્ડીંગ ( થાઈલેન્ડ )
થાઈલેન્ડ ના બેંગકોક માં સથોર્ન બીઝનેસ શહેર માં આવેલ આ બિલ્ડીંગ એ ધ રોબોટ બિલ્ડીંગ તરીકે ખ્યાતનામ છે. કે જે United Overseas Bank નું બેંગકોક ખાતે નું હેડ ક્વાર્ટર છે. 
(૬) ધ બ્લુ બિલ્ડીંગ ( નેધરલેન્ડ )
રોટરડમ માં આવેલ આ એક અનોખું બિલ્ડીંગ છે કે જેમાં અલગ અલગ બ્લોક ના ઘર આવેલા છે જેની ઉપર ૨ માઈક્રોન નું બ્લુ પેઈન્ટ કરવામાં આવ્યું છે, જેથી કરીને રોટરડમ ખાતે તે એક પ્રવાસીઓ માટે નું ફોટોગ્રાફિક સ્થળ બની ગયું છે. 
સોર્સ : link 

ક્રિએટીવ કેવું ક્રિએટીવ કરે છે….(૬)

( ભાગ : ૬ )
દુનિયા નું જો કોઈ હોશિયાર પ્રાણી હોય તો એ છે માનવી.
આ માનવીએ પોતાના ક્રિએટીવ દિમાગ થી ઘણું બધું ક્રીએશન કર્યું છે. હવે આ ક્રિએટીવીટી ટેક્નોલોજી ની મદદ થી એટલી બધી ચતુરાઈ ભરી થઇ ગઈ છે કે બે ઘડી એ માનવી જ વિચાર મા પડી જાય કે આ ખરેખર સાચું છે કે પછી મારી ક્રિએટીવીટી છે ?
જોવું છે તો જુઓ,…………..

( સ્ત્રોત : ઈન્ટરનેટ ના ફોટા સંગ્રહ માંથી )

અવનવી ડીઝાઇન ની બેન્ચીસ

અવનવી ડીઝાઇન ની બેન્ચીસ 

મિત્રો, 


આજે આપણે કેટલીક અનોખી રીતે બનાવેલી બેસવા માટે ઉપયોગી એવી બેન્ચીસ ના અવનવા ફોટા માણીશું.
” શેલ્વ્સ વિથ અ બેંચ ” ના કોન્સેપ્ટ થી લેતીવિયા ના ડીઝાઈનર સ્ટેનીસ્લેવ કેત્ઝ દ્વારા બનાવામાં આવેલ બેંચ. 
ડચ ડીઝાઈનર તેજો રેમી અને રેમે વેનહુઝીએન દ્વારા ટેનીસ બોલ વડે બનાવેલી બેંચ.
બોએક્ષ 3D ક્રિએટીવ સોલ્યુશન દ્વારા ડીઝાઇન થયેલ આ બેંચ માં ૧૬૦૦ પેન્સિલ વાપરવામાં આવી છે જેમાં દરેક પેન્સિલ સ્પ્રિંગ ની ઉપરનીચે થાય છે તથા તેને બહાર કાઢી પણ શકાય છે. 
આર્જેન્ટીના ના પાબ્લો રેઈનોસો દ્વારા કાર્પેન્ટર તરીકે ડીઝાઇન થયેલ બેંચ. 
વુલ્ફગેન્ગ કી બોર્ડ બેંચ એ ૨૦૦૦ કોમ્પુટર કી બોર્ડ કી ને બાલ્ટિક બ્રીચ વુડ માં ફીટ કરીને બનાવામાં આવેલ છે, જેમાં દરેક કી પ્રેસ થાય છે અને તમને એક અહાલાદક બેઠક નો અનુભવ કરાવે છે. 
ધ માઈટી બીઅરકેટ્સ ગ્રુપ શિકાગો  દ્વારા ડીઝાઇન થયેલ બેંચ.
ઓસ્ટ્રેલિયા ના સ્ટીફન લીએ દ્વારા ડીઝાઇન થયેલ બેંચ. 
જુર્ગન બે દ્વારા ડીઝાઇન થયેલ બેંચ. 
આર્ટીસ્ટ જય હયો લી દ્વારા ડીઝાઇન થયેલ બેંચ જેમાં નેચરલ વુડ માં જૂની ખીલીઓ ને ફીટ કરવામાં આવી છે અને ત્યારબાદ તેને વાડી દેવામાં આવી છે જેથી કરીને એક અદભુત રચના બને છે.
ચાર્લ્સ કેઈઝીન દ્વારા ડીઝાઇન થયેલ બેંચ જેમાં જુના ન્યુઝ પેપર વાપરવામાં આવ્યા છે. 
Source  : Li nk 

દિલધડક રોપ વોકિંગ

મિત્રો, 

આજે આપણે કેટલાક દિલધડક અને રોમાંચ આપી તેવા અજબ ગજબ ના સ્ટંટ જોઈશું, કે જે કેટલાક સાહસિકોએ ટાઈટ રોપ ની ઉપર ચાલીને કર્યા છે. 

(૧)  ડેન પોટર ની ટેફ્ટ પોઈન્ટ પર સોલો વોક 

ફોટોગ્રાફર જેફ કનિંગહંમે આ રોમાંચકારી સ્ટંટ ના ફોટા લીધા હતા. ડેન પોટરે યોસેમીતે માં આવેલ ટેફ્ટ પોઈન્ટ પર જમીન થી હજારો ફૂટ ઉંચી બે ટેકરી વચ્ચે આશરે ૧૦૦ ફીટ ની લંબાઈ ના રોપ પર સોલો વોક કરી હતી કે જે અદભુત સ્ટંટ કહી શકાય. 
મિત્રો કેટલાક એવાજ દિલધડક અને રોમાંચકારી રોપ વોકિંગ અહી રજુ કર્યા છે જે તમારી આંખો દંગ કરી દેશે એની મને ખાત્રી છે.  
Source : Link

બીયર કેન ની આર્ટ

બીયર કેન ની આર્ટ

મિત્રો, 

આજે આપણે કંઈક રચનાત્મકતા ની વિશેષ વાત કરીશું. 
સામાન્ય જન જીવન માં આપણે જોતા આવ્યા છીએ કે કેટલીક વસ્તુઓ નો વપરાશ કાર્ય બાદ તે વસ્તુ ને આપણે ફેકી દઈએ છે. પણ જેના સ્વભાવ માં કંઈક અલગ રચનાત્મક બનાવાનો ઉત્સાહ છે તેઓ આપણા માટે નકામી એવી વસ્તુ માંથી ખરેખર આશ્ચર્યજનક એવી રચના બનાવે છે કે તેને જોઇને આપણી આંખો દંગ રહી જાય છે. તો જુઓ અહી પણ એવીજ રચનાત્મકતા બતાવામાં આવી છે. 

બીયર કેન માંથી શું બનાવી શકાય છે તે અહી રજુ થયેલ છે. તો ચાલો આપણે તેને માણીએ.

જેક કર્બીએ ૫૦૦૦ બીયર કેન નો ઉપયોગ કરીને ૧૯૬૫ ફોર્ડ મુસ્તાંગ કાર નું મોડેલ બનાવ્યું છે. જે ખરેખર તેની ઉત્કૃષ્ટ આર્ટ ની સમજ ને રજુ કરે છે. 
બીજી ઘણા બધા આવાજ કલાકારો દ્વારા બનાવામાં આવેલ બીયર કેન આર્ટ અહી રજુ કરેલ છે. 
તો મિત્રો તમને પણ લાગે છે ને આવા કલાકારો ને બિરદાવવા જોઈએ કે તેમની આ ઉત્કૃષ્ટ રચના બદલ. 
સોર્સ : ઇન્ટરનેટ ના ફોટા સંગ્રહ માંથી 

આશ્ચર્યજનક રોકહાઉસ

મિત્રો,

ઘણા સમય પછી આવ્યો છું. સૌ પ્રથમ આપ સૌ ને નમસ્કાર.
આજે, આપ સૌ સમક્ષ કેટલાક અચંબા માં પડી શકે તેવા રોક હાઉસ ના ફોટા લઇ ને આવ્યો છું. તો કદાચ આપ ને આ ફોટા ગમશે.
સોર્સ : ઇન્ટરનેટ ના ફોટા સંગ્રહ માંથી

પેપર આર્ટ વર્ક ની કમાલ તો જુઓ

પેપર આર્ટ વર્ક ની કમાલ તો જુઓ 

મિત્રો, આજે આપણે એક કલાકાર દ્વારા કાગળ પર કરામાત કરી ને જે પેપર આર્ટ વર્ક કરવામાં આવ્યું છે તે જોઈશું.ચાલો તો માણીએ, આ પેપર આર્ટ ને.  

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

છે ને મિત્રો અદભૂત કમાલ ની આર્ટ ?

( સોર્સ: ઇન્ટરનેટ ના ફોટાસંગ્રહ માંથી )